1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે
બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

0
Social Share
  • બનાસકાંઠામાં 20 લાખથી વધુ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ,
  • ગામડાંઓમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર લાગતી લાઈનો,
  • જિલ્લાના અધિકારીઓ કહે છે, લોકોમાં જાગૃતિને લીધે સફળતા મળી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે  મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. જિલ્લામાં હજુપણ જે અરજદારો બાકી રહી ગયા છે. તેમના રેશનકાર્ડની ઈ-કેવાયસી કરવાની કામગીરી ચાલુ છે. ગામડાંના ઈ-ગ્રામ કેન્દ્રો પર લાઈનો જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા મુજબ “જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. 12 ડિસેમ્બર સુધીમાં 10 લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, 1.49 લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત,  જ્યારે 7.64 લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ 20,07,727 e-KYC પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં કર્મચારીઓની કામગીરી પણ સરાહનીય રહી છે.

જિલ્લામાં રેશનકાર્ડ ધારક જુદી જુદી રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code