1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

0
Social Share

ભાવનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બાકીદારો માટે રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. આથી વેરા વસુલાતમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી યથાવત છે. અને મિલકત વેરો વસુલવા માટે રીકવરી ટીમ પણ કામગીરી કરી રહી છે, જેના પગલે મ્યુનિની મિલકત વેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના ઘરવેરા વિભાગ દ્વારા મિલકત વેરો વસુલવા માટે કાર્યવાહી યથાવત છે, જેના ભાગરૂપે ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો. મ્યુનિને છેલ્લા ૧૦ મહિનામાં મિલકત વેરાની કુલ રૂા. ૧પપ કરોડની આવક થઈ છે અને કુલ ૧.૯૦ લાખ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મ્યુનિને તા. ૧ એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે શહેરના ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મ્યુનિની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મ્યુનિએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા હજુ બે મહિના સુધી મિલકત વેરો વસુલવાની કામગીરી કરવામાં આવશે, જેના પગલે હજુ મિલકત વેરાની આવક વધશે તેથી મ્યુનિની તીજોરીમાં મિલકત વેરાની સારી આવક થશે તેમ લાગી રહ્યુ છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકત વેરો વસુલવાની કામગીરી શરૂ છે અને મિલકત વેરો નહીં ભરનારને મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  જેમાં અત્યાર સુધીમાં ૧૮૦૦ થી વધુ મિલકતને સીલ કરવામાં આવી છે અને હજુ આગામી દિવસોમાં વેરો નહીં ભરનારની મિલકત સીલ કરાશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code