1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સમી- રાધનપુર હાઈવે પર પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
સમી- રાધનપુર હાઈવે પર પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

સમી- રાધનપુર હાઈવે પર પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

0
Social Share

પાટણ, 17 એપ્રિલ 2026Biker dies after pickup van hits bike  રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સમી-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈકચાલક સનાડ ગામના એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ડાલાએ આગળ જઈ રહેલા બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સમી-રાધનપુર હાઈવે પર  સનાડ ગામનો 30 વર્ષીય અનિલ પ્રજાપતિ નામનો યુવક પોતાનું બાઈક લઈને સમીથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેની પાછળ આવી રહેલા એક પીકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલા ડાલાએ આગળ જઈ રહેલા અનિલના બાઈકને જોરદાર ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે પાટણ તરફ ખસેડવામાં આવ્યો હતો.જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવાર અને સનાડ ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. મૃતદેહને ધારપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code