1. Home
  2. રિવોઈહિરોઝ

રિવોઈહિરોઝ

વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 23 જૂન, 2026 – મીડિયા અને સ્પર્ધાના જમાનામાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે એવી ફરિયાદ અનેક વિદ્વાનો કરે છે. ખાસ કરીને સાહિત્ય, પત્રકારત્વ, કળા સાથે સંકળાયેલા વિદ્વાનો આ બાબતે ચિંતિત છે. કેટલાક લોકો માત્ર ચિંતા જ વ્યક્ત કરતા હોય છે તો એથી વિરુદ્ધ કેટલાક લોકો આ દિશામાં સકારાત્મક કામગીરી કરીને વિદ્યાર્થીઓને, […]

આ અનોખા સેવાયજ્ઞ વિશે જાણશો તો તમે પણ કહેશો…વાહ!

નિરુપાબેન શાહે ઉપાડેલો સેવાયજ્ઞ વિશિષ્ટ નહીં, અસાધારણ છે; સમાજની આવી સેવા કરવા માટે તમે કંઈક નોખી માટીના બનેલા હોવા જોઈએ [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ એક્સક્લુઝિવ, 20 જૂન, 2026 “જુઓ સાહેબ આ બરાબર સફાઈ નથી કરતી… આજે તો…” – નિરાંત ઘરમાં દાખલ થયો તે સાથે જ એક અસ્તવ્યસ્ત માડીએ મને જોઈને ત્યાં કામ કરતા સેવક બહેન […]

વંચિતોને “અભાવના ભાવ”માંથી મુક્ત કરાવતી જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ

જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્રછાયા હેઠળ ચાલતી આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓ-યુવતીઓને તાલીમ આપીને સ્વનિર્ભર થવામાં મદદ કરવામાં આવે છે [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 18 જૂન, 2026 – દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ એવું આપણે દરેક વિદ્વાનને, નેતાઓને કહેતા સાંભળ્યા છે. પ્રેરણાદાયી […]

રાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત

અમદાવાદ, 16 મે, 2026 – રાજ્યના ચિત્ર કલાકાર શ્રી અનિલ શાહને બેંગલુરુસ્થિત ભારત સેવા સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સોસાયટી દ્વારા શ્રી અનિલ શાહનું ભારત સેવા પુરસ્કાર-2026થી સન્માન કરાવામાં આવ્યું છે. સન્માનની સાથે સંસ્થા દ્વારા વિસ્તૃત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે અનિલભાઈની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે. આ સન્માન […]

કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 14 મે 2026 – કાશ્મીરનો મુદ્દો હોય કે પછી નક્સલવાદનો, આતંકવાદની વાત હોય કે પછી લવ જેહાદની, સીએએની ચર્ચા હોય કે પછી એનઆરસીની, ઇતિહાસની વાત હોય કે પછી હિન્દુ મંદિરોના વિધ્વંસની—આ દેશમાં હંમેશાં એક એવો નૅરેટિવ હાવી રહ્યો છે જે વાસ્તવિકતાથી સદંતર વિરુદ્ધ હોય છે. અને કમનસીબે મોટાભાગના સામાન્ય નાગરિકો આ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો […]

સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

સુરત, 2 મે, 2026 – સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને નાગરિકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. Great Power Games: From Western Decline to Eastern Ascent એ શ્રી સૂદનું ત્રીજું પુસ્તક છે. અગાઉ તેઓ ‘The Unending Game – Insights into Espionage’, ‘The Ultimate Goal’ એ બે પુસ્તક લખી ચૂક્યા છે. […]

ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન

ભોપાલ, 10 એપ્રિલ, 2026 –  મધ્ય પ્રદેશમાં સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા અભિષેક ખટીકને ગૌરવભેર જીવન જીવવા માટે એક ઓટોરિક્ષા આપવામાં આવી છે. અભિષેક એક એવી સંસ્થામાંથી હેમખેમ બહાર આવ્યો હતો જેના સંચાલકો વિરુદ્ધ પાછળથી ગેરકાયદેસર ધર્માંતરણ માટે ગુનાઈત કેસ નોંધવામાં આવ્યા હતા. આ યુવક પાસે આવકનું કોઈ સાધન નહોતું અને પરિવારનો કોઈ ટેકો નહોતો, […]

ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ટોચના હાસ્ય લેખક સાથે “રિવોઈ સમાચાર” પોર્ટલની ખાસ વાતચીત સાહિત્ય સર્જન શીખી શકાતું નથી, મૂળભૂત ક્ષમતા હોય તો તેને વિકસાવી શકાય-કેળવી શકાય છે [અલકેશ પટેલ] અમદાવાદ, 8 એપ્રિલ, 2026 – ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષા વિશે ચિંતાનું જે વાતાવરણ છે તેમાંથી મુક્ત થઈ શકાશે તેમ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક – […]

તન્મય શાહનાં ચિત્રો અને તસવીરોના પ્રદર્શને અમદાવાદની ગુફામાં ભારે આકર્ષણ જમાવ્યું

[અલકેશ પટેલ] અમદાવાદ, 3 એપ્રિલ, 2026 – Exhibition of Tanmay Shah’s paintings and photographs શહેરમાં કળા પ્રદર્શનના કેન્દ્ર સમાન અમદાવાદની ગુફામાં આજકાલ યુવાનો ઉપરાંત કળાપ્રેમીઓ ઉમટી પડ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા આ સ્થળે હાલ સુવિખ્યાત ફિલ્મ નિર્માતા, ચિત્રકાર અને ફોટોગ્રાફર તન્મય શાહનાં ચિત્રો તેમજ તસવીરોનું પ્રદર્શન યોજાયું છે. પાંચ એપ્રિલને રવિવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code