
આંધ્ર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 17 લોકોના મોત
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં અચ્યુતાપુરમ ખાતે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો હતો. અનાકપલ્લી જિલ્લા કલેક્ટરે ગુરુવારે મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ફાર્મા કંપનીમાં 500-કિલો-લિટરના કેપેસિટર રિએક્ટરમાં વિસ્ફોટ થયા પછી આ ઘટના બની હતી અને તે સમયે લગભગ 200 કામદારો કામ કરી રહ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ દુર્ઘટનામાં જાનહાનિથી “દુઃખ” છે. પીએમઓ અનુસાર, પ્રધાનમંત્રી દ્વારા મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તો માટે 50 હજારની અનુગ્રહ રાશિની ઘોષણા કરવામાં આવી છે.
#AndhraPradesh #SEZExplosion #PharmaCompany #AccidentUpdate #IndustrialAccident #Anakapalli #ExplosionIncident #WorkerSafety #PrimeMinister #NarendraModi #Compensation #SafetyInvestigations #EmergencyResponse #WorkplaceSafety #IndustrialDisaster #PMOIndia #HighLevelInquiry #AccidentRelief #HumanitarianResponse #AndhraPradeshNews