1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ

ગુજરાતમાં ટાઢાબોળ પવનએ લોકોને ધ્રૂજાવ્યા, નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયુ

0
Social Share

અમદાવાદ, 4 જાન્યુઆરી 2026Cold weather increases in Gujarat ગુજરાતમાં અડધો શિયાળો પૂર્ણ થયા બાદ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અને ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રુજાવ્યા છે. ઠંડીને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. આજે નલિયામાં સૌથી ઓછૂ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પોરબંદરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો સામનો કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વઘ્યું છે. ગત રાત્રિના 7 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે રાજ્યના અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો ઠંડીમાં વધારો થયો છે. ટાઢાબોળ પવનને લીધે લોકો વધુ ઠંડી અનુભવી રહ્યા છે. ગત રાત્રિના રાજકોટમાં 9.4 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું નોંધાયું હતું. નલિયા, રાજકોટ ઉપરાંત અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ભુજ, પોરબંદર, ડીસા, ગાંધીનગર, કંડલા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 15 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના કહેવા મુજબ આઠમી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી.  પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે 1જાન્યુઆરીથી નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની સ્થિરતા ખોરવાઈ જવાની ધારણા હતી.જોકે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તરપૂર્વ તરફ ગયા પછી, સપાટી પરના મજબૂત પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગતિશીલ અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આના કારણે સપાટી પરના ધુમ્મસના સ્તરને દૂર કરવામાં આવ્યું છે, પરંતુ ઉચ્ચ ઊંચાઈ પર વાતાવરણ પ્રમાણમાં સ્થિર રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code