1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિધાનસભામાં કોંગ્રેસે પછાત વર્ગને અપાતી અપૂરતી સહાયના મુદ્દે કર્યું વોકઆઉટ
વિધાનસભામાં કોંગ્રેસે પછાત વર્ગને અપાતી અપૂરતી સહાયના મુદ્દે  કર્યું વોકઆઉટ

વિધાનસભામાં કોંગ્રેસે પછાત વર્ગને અપાતી અપૂરતી સહાયના મુદ્દે કર્યું વોકઆઉટ

0
Social Share

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના 10મા દિવસે ગૃહમાં કોંગ્રસ દ્વારા આક્રમક મુડ જોવા મળ્યો હતો. આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેડ ડીલ રદ કરવાની માગ કરી હતી. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના કારણએ ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહમાં ST, SC અને OBC નિગમને આપવામાં આવતી રકમ મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિરોધ પ્રદર્શિત કરી કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં આજે SC, ST અને OBC નિગમોને રકમ ફાળવણી મુદ્દે ચર્ચા દરમિયાન ભારે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. ચર્ચા દરમિયાન મંત્રી મનીષા વકીલ દ્વારા આપવામાં આવેલા જવાબથી અસંતોષ વ્યક્ત કરતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. મંત્રીએ ગૃહમાં પોતાના જવાબમાં સરકાર દ્વારા નિયમિત રીતે રકમ ફાળવવામાં આવી રહી હોવાનો દાવો કર્યો હતો. જોકે કોંગ્રેસના સભ્યો આ જવાબથી સંતોષ ન હતા અને તેમણે આ મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા કે નિગમોને પૂરતી અને સમયસર રકમ આપવામાં આવી રહી નથી. વિરોધ દર્શાવતા કોંગ્રેસના તમામ સભ્યોએ પોતાની જગ્યાએ ઊભા રહી ગૃહમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગૃહમાં થોડી ક્ષણો માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના સભ્યોને શાંતિ જાળવવા અને પોતાની જગ્યાએ બેસવા સૂચના આપી હતી.પરંતુ ભારે હોબાળા વચ્ચે પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળતાં કોંગ્રેસે અંતે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વોકઆઉટ બાદ કોંગ્રેસના નેતાઓએ સરકાર પર સમાજના પછાત વર્ગો સાથે અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો. આ મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ઘર્ષણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિધાનસભાના ગૃહના આરંભ પહેલા વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો. અને સરકાર સામે એવો આક્ષેપ કર્યો હતો કે, અમેરિકા સાથે  ટ્રેડ ડીલથી રાજ્યના ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે સરકાર પાસે આ ડીલ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી અને પારદર્શિતા રાખવા દબાણ બનાવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code