બનાવટી TDS પ્રમાણપત્રોના આધારે TDS રિફંડ મેળવવાના કેસમાં બે આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી
અમદાવાદઃ CBl કેસો માટે અમદાવાદ (ગ્રામ્ય) માટેની સ્પેશિયલ ACJM કોર્ટે બે આરોપી સુરેશ જી. પ્રજાપતિ, તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્ની શ્રીમતી શોભનાબેન સુરેશ પ્રજાપતિ (બંને ખાનગી વ્યક્તિઓ)ને ખોટા/બનાવટી TDS પ્રમાણપત્રના આધારે TDS રિફંડ મેળવવાના કિસ્સામાં કુલ 03 વર્ષની કેદ અને રૂ. 60,000/-ના દંડની સજા ફટકારી છે.
સીબીઆઈએ 31.12.2007ના રોજ બોગસ TDS પ્રમાણપત્રોના આધારે વોર્ડ 12(3), આવકવેરા કચેરી, નારાયણ ચેમ્બર્સ, અમદાવાદમાંથી આવકવેરા રિફંડ નિયમિતપણે કરવામાં આવતા હોવાના આક્ષેપો પર તાત્કાલિક કેસ નોંધ્યો હતો. એવું બહાર આવ્યું હતું કે સુરેશભાઈ જી. પ્રજાપતિ, ઈનકમ ટેક્સ પ્રેક્ટિશનર અમદાવાદે વ્યક્તિગત આકારણીઓના નામે સંખ્યાબંધ આઈટી રિટર્ન ફાઈલ કર્યા હતા. આ આવકવેરા રિટર્નની સાથે, સંખ્યાબંધ TDS પ્રમાણપત્રો પણ જોડવામાં આવ્યા હતા.
એવું જાણવા મળ્યું હતું કે આ TDS પ્રમાણપત્રો બોગસ હોવા છતાં, વોર્ડ 12(3), અમદાવાદમાંથી આશરે રૂ. 3,61,298/-ના રિફંડની મંજૂરી આપવામાં આવી હતી, જેનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ કર્યા પછી, સીબીઆઈએ આરોપીઓ સામે 31.12.2008 અને 03.01.2011ના રોજ બે ચાર્જશીટ દાખલ કરી. ટ્રાયલ પછી, કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા અને તે મુજબ સજા ફટકારી હતી.