1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં મંગળવારથી 8 મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ક્રિકેટનો જંગ જામશે
ભાવનગરમાં મંગળવારથી 8 મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ક્રિકેટનો જંગ જામશે

ભાવનગરમાં મંગળવારથી 8 મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે ક્રિકેટનો જંગ જામશે

0
Social Share

ભાવનગર, 4 જાન્યુઆરી 2026: Cricket battle between 8 Municipal Corporations in Bhavnagar ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના યજમાનપદે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશન વચ્ચે મેયર અને કમિશનર વચ્ચેની ક્રિકેટ મેચનો આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીને મંગળવારથી પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ માટે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના યજમાનપદે આંતર-મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે. તેમાં આઠ મ્યુનિ.કોર્પોરેશનની મેયર-11 અને કમિશનર-11 એમ કુલ 16 ટીમો ભાગ લેશે, આ ટુર્નામેન્ટ ભાવનગર યુનિવર્સિટી અને ભરુચા ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે રમાશે. અંદાજે 250 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે, મેચો દિવસ-રાત ફોર્મેટમાં આધુનિક ક્રિકેટ ધોરણો મુજબ રમાશે. વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ રનર્સ અપ ટ્રોફી શ્રેષ્ઠ બેસ્ટમેન, શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ પણ આપવામાં આવશે. તેમજ અનુભવી અમ્પાયર્સની નિમણૂક, ખેલાડીઓ માટે મેડિકલ અને ફર્સ્ટ એડ સુવિધાઓ, સુરક્ષાને વ્યવસ્થા માટે સ્ટાફ તથા સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા સહિતના તૈયારીઓ કરવામાં આવશે.

​આ ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવાયું છે કે, આ ભવ્ય ઇવેન્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 50 લાખથી વધુ થવાની શક્યતા છે, જેમાં ખેલાડીઓના ટ્રાન્સપોર્ટ, રહેવાની અને જમવાની તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે, મહત્વની વાત એ છે કે, આ ખર્ચ માટે મ્યુનિ. કોર્પોરેશનના સ્વ-ભંડોળ કે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ એડવર્ટાઇઝમેન્ટ રાઇટ્સ (જાહેરાતો) થકી આ ભંડોળ એકત્ર કરવામાં આવશે.​આ ટુર્નામેન્ટ માટે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમના કન્ફર્મશન બાદ તેઓ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ભાવનગર યજમાન પદે છે ત્યારે બહારથી આવતા મહેમાનો શહેરની સુંદર છબી લઈને જાય તેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code