1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

0
Social Share
  • હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી અનેક ગુનામાં સંડોવાયેલો છે,
  • કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો,
  • હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી ત્રણ વર્ષથી ફરાર હતો

અમદાવાદઃ શહેરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સાગરિતને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી વિવિધ રાજ્યોમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અને ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો. ત્રણ વર્ષ પહેલા શહેરના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક દેશી પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પિસ્તોલ તેને મનોજ ઉર્ફે ચક્કીએ પૂરી પાડી છે. આથી પોલીસે રાજસ્થાનના ઉદેપુરથી હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવીને ઝડપી લીધો હતો.

શહેર ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.21)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2022માં ગુજરાત એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નોંધાયેલા આર્મ્સ એક્ટના એક કેસ પછી ક્રાઈમ બ્રાન્ચ તેને શોધી રહી હતી. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ તા. 14 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાત ATSએ અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક દેશી પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પિસ્તોલ તેને મનોજ ઉર્ફે ચક્કીએ પૂરી પાડી છે. ત્યાર પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ દરમિયાન મનોજ આશરે ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યો હતો, પરંતુ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉદયપુરના હિરણ મગરી, સેક્ટર-14, ગોરધન વિલાસ કોલોનીમાં તેના નિવાસ સ્થાનેથી તેને ઝડપી લીધો છે. હાલ વધુ પૂછપરછ માટે મનોજ ઉર્ફ ચક્કીને એલિસબ્રિજ પોલીસને સોંપી દેવાયો છે.   મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, તેની સામે ઓછામાં ઓછા 11 ગુના છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી મનોજ સાલવી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો સાથીદાર છે. આ ગેંગ દેશભરમાં ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ અને હથિયારોની દાણચોરી જેવી હાઈ-પ્રોફાઈલ ગુનાઈત પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. ‘મનોજ સાલવીની ધરપકડ ગુજરાત અને પડોશી રાજ્યોમાં સંચાલિત બિશ્નોઈ ગેંગના નેટવર્કને નષ્ટ કરવાના પ્રયાસોમાં પોલીસને મહત્ત્વની સફળતા છે. આરોપીનો ગુનાઈત ભૂતકાળ અને હથિયાર સંબંધિત ગુનામાં તેની સંડોવણી સમાજ માટે અત્યંત ખતરનાક છે.’ હાલ મનોજ ઉર્ફ ચક્કી પોલીસ કસ્ટડીમાં છે. હાલમાં જ ગુજરાતમાં નોંધાયેલા ગેરકાયદે હથિયારોની હેરાફેરીના કેસ તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નેટવર્ક અંગે તેની પૂછપરછ કરાય તેવી શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code