- હેવી જ્વેલરીને બદલે લાઇટ વેઇટનો ટ્રેન્ડ
- જ્વેલરીને ભવ્ય દેખાવ આપવા મોટા કદના સ્ટોન અને મોતીનો કરાતો ઉપયોગ,
- સોનું ઓછું વપરાય છતાં જ્વેલરી ‘ભરચક‘ અને ‘મોટી‘ દેખાય તે રીતે ઘરેણા બનાવાય છે
સુરતઃ સોનાના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે લગ્નમાં દીકરીઓને ભેટમાં આપવા માટે સોનાના ઘરેણા ખરીદવા મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યા છે, સમાજમાં વર્ષોથી ચાલી આવતા રિવાઝ મુજબ માત-પિતા દીકરીને પરિવારની શક્તિ મુજબ સોનાના ઘરેણા ભેટમાં આપતા હોય છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે જવેલર્સએ પણ મધ્યમ વર્ગને પોસાય એવો કીમયો શોધી લીધો છે. દરેક જવેલર્સ દ્વારા હવે 9 કરેટેથી લઈને 18 કેરેટના સોનાના દાગીના બનાવવામાં આવી રહ્યા છે. તેમજ સોનાના ઘરેણામાં મોટા કદના સ્ટોન અને મોતીનો ઉપયોગ કરીને આકર્ષક બનાવવામાં આવે છે. ઉપરાંત સોનું ઓછું વપરાય અને જ્વેલરી ભરચક દેખાય તે રીતના આભૂષણો બનાવવામાં આવી રહ્યા છે. એટલે મધ્યમ વર્ગને પણ પોસાય તે કિંમતે આભૂષણો મળી રહે છે.
લગ્નસરાની સિઝનમાં સોનાના આસમાને પહોંચેલા ભાવને પગલે અમદાવાદ, સુરત સહિત મહાનગરમાં જ્વેલરી માર્કેટમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો હવે પરંપરાગત હેવી જ્વેલરીને બદલે ‘લાઈટ વેઈટ’ જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ્વેલર્સે પણ તેમની ડિઝાઇન અને કેરેટની પસંદગી બદલી છે, જેમાં 18 કેરેટ અને 9 કેરેટ ગોલ્ડનો ઉપયોગ વધી રહ્યો છે, જેથી જ્વેલરી દેખાવમાં ભવ્ય અને વજનમાં હળવી રહે. હાલમાં સોનાના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. જેના કારણે હવે હેવીવેટ જ્વેલરીની જગ્યાએ લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ વધી છે. લાઈટ વેઈટ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. જ્વેલર્સ હવે એવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સોનું ઓછું વપરાય છતાં જ્વેલરી ‘ભરચક’ અને ‘મોટી’ દેખાય. જ્વેલરીને સુંદર અને ભવ્ય દેખાવ આપવા માટે તેમાં મોટા કદના સ્ટોન અને મોતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી સોનાનો વપરાશ ઘટે છે અને જ્વેલરીનું આકર્ષણ વધે છે.
જ્વેલર્સના કહેવા મુજબ અગાઉ જ્યાં 22 અને 24 કેરેટનું સોનું ઉપયોગમાં લેવાતું હતું, ત્યાં હવે લાઈટ વેઈટ જ્વેલરી માટે ગ્રાહકો 18 કેરેટ અને 9 કેરેટની જ્વેલરી તૈયાર કરાવી રહ્યા છે. આ ઓછા કેરેટના સોનાનો ઉપયોગ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. લાઈટ વેઈટ સેગમેન્ટમાં ઇટાલિયન જ્વેલરી અને મશીનથી તૈયાર થનાર જ્વેલરી હાલમાં સૌથી વધુ ટ્રેન્ડમાં છે. આ ડિઝાઇનની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ તેની બનાવટની ટેકનિક છે


