Homeગુજરાતીગુજરાતનોરતાની મહાઆઠમે ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નોરતાની મહાઆઠમે ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદ, 18 ઓક્ટોબર, 2026 :  Devotees thronged the Bhadrakali Mataji temple for darshan શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજીના મંદિરમાં શારદીય નવરાત્રીના આઠમના દિને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અને બપોરથી સાંજ સુધી એક કિમી જેટલી લાઈનો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઉભા રહી મા ભદ્રકાળીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શહેરમાં આઠમા નોરતે ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. માન્યતા મુજબ, આઠમના પવિત્ર દિવસે નગરદેવી ભદ્રકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન અને આરતીનો લાભ લેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભાવિકોએ માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

 શહેરના ભદ્રના કિલ્લા પરિસરમાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થાન છે. ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વેથી જ નગરદેવી તરીકે મા ભદ્રકાળી અહીં બિરાજમાન હોવાની માન્યતા છે. અમદાવાદની સ્થાપના અને સમૃદ્ધિ પાછળ નગરદેવીની કૃપા હોવાનું લોકો માની રહ્યા છે.. સમય જતાં ઐતિહાસિક બદલાવો વચ્ચે પણ આ મંદિર અમદાવાદ શહેરનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નગરજનો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લઈને જ કરે છે.  નવરાત્રિ પર્વમાં મહા આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે માતાજીના શક્તિ સ્વરૂપની ખાસ આરાધના, હવન અને મહાઆરતી યોજવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular