HomeગુજરાતીગુજરાતPM મોદીની ગુજરાત મુલાકાતને લીધે વિધાનસભાનું સત્ર હવે 9મી સપ્ટેમ્બરથી યોજાશે

PM મોદીની ગુજરાત મુલાકાતને લીધે વિધાનસભાનું સત્ર હવે 9મી સપ્ટેમ્બરથી યોજાશે

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર, 2026 : Gujarat Legislative Assembly session on 9th September ગુજરાત રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ ૮મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ રાજ્યપાલએ તેમના તારીખ ૦૩  ઓગસ્ટ,૨૦૨૬નાં રોજના આહવાનને રદ કરી તા. ૩૧/૦૮/૨૦૨૬નાં રોજ નવું આહવાન કર્યુ છે. તેથી હવે ગુજરાત વિધાનસભાનું નવમું ત્રિદિવસીય સત્ર તા. ૯મી સપ્ટેમ્બરથી યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેના લીધે વિધાનસભાની 8મી સપ્ટેમ્બરથી ત્રિદિવસીય સત્ર મળવાનું હતું તે હવે 9મી સપ્ટેમ્બરથી મળશે. આમ સત્રના પ્રારંભમાં એક દિવસનો ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા આહ્વાન મુજબ ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર    તા. ૯,૧૦ અને ૧૧ સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. ૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ  નિર્ણય કર્યો છે. (File photo)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular