1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કડીમાં નકલી પોલીસે ધમકી આપી ટેમ્પાચાલકને લૂંટી લીધો, આખરે નકલી પોલીસ પકડાયો
કડીમાં નકલી પોલીસે ધમકી આપી ટેમ્પાચાલકને લૂંટી લીધો, આખરે નકલી પોલીસ પકડાયો

કડીમાં નકલી પોલીસે ધમકી આપી ટેમ્પાચાલકને લૂંટી લીધો, આખરે નકલી પોલીસ પકડાયો

0
Social Share

મહેસાણા, 3 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના કડી નજીક છત્રાલ હાઈવે પર નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખસે સ્ક્રેપ ભરીને જતા પીકઅપ વાનને અટકાવીને વેપારીને ડરાવી ધમકી આપી હતી. દરમિયાન ઈકોકારમાં આવેલા અન્ય શખસોએ નકલી પોલીસની સાથે મળીને સ્ક્રેપ ભરેલી પીકઅપવાન ઉઠાવી ગયા હતા. વેપારી કડી પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે નકલી પોલીસનો લૂંટનો ભોગ બન્યાની જાણ થઈ હતી. જોકે, કડી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ નકલી પોલીસ સહિત શખસોને ઝડપી લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, મહેસાણાના કડી-છત્રાલ હાઈવે પરની. ગઈ તા. 31 જાન્યુઆરીની સાંજે સુનિલ સોલંકી નામના ડ્રાઈવર પોતાની પીકઅપ ગાડીમાં કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને નીકળ્યા હતા. ત્યારે સ્કૂટર પર બે શખસોએ આવીને પીકઅપ વાનને ઓવરટેક કરી ઊભી રખાવી. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને લાયસન્સ માંગ્યું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ પાછળથી એક સફેદ ઇકો કાર આવી અને તેમાંથી વધુ બે શખસો ઉતર્યા હતા અને ચારેય જણાએ મળીને ડ્રાઈવરને ગાળો આપી, ગડદાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે “ચાવી આપી દે, નહીંતર જાનથી મારી નાખીશું”.ડરી ગયેલા ડ્રાઈવર પાસેથી બળજબરીથી ચાવી છીનવી લીધી અને 3 લાખની કિંમતની સ્ક્રેપ ભરેલી પીકઅપ ગાડી લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારને એમ કે આ અસલી પોલીસ છે, એટલે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પણ ત્યાં જઈને ખબર પડી કે તેમની સાથે તો મોટી છેતરપિંડી અને લૂંટ થઈ છે.

 કડી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી 25થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સ્કૂટર અને આરોપીઓની ઓળખ થઈ હતી. હાલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને લૂંટમાં ગયેલી પીકઅપ ગાડી પણ રિકવર કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code