1. Home
  2. ગુજરાતી
  3. છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ
છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

છ દાયકાની સેવા બાદ મિગ-21ને વિદાય, ચંદીગઢમાં ભારતીય વાયુસેનાનો ઐતિહાસિક ક્ષણ

0
Social Share

ચંદીગઢ : ભારતીય વાયુસેનાએ આજે દેશની રક્ષા ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય પૂર્ણ કર્યો છે. લગભગ છ દાયકા સુધી આકાશમાં ગર્જના કરનાર મિગ-21 ફાઇટર જેટને ચંદીગઢમાં સત્તાવાર રીતે સેવાનિવૃત્ત કરવામાં આવ્યું છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ઐતિહાસિક વિમાનને વિદાય અપાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહે બાદલ-3’ સ્ક્વોડ્રન સાથે મિગ-21ની છેલ્લી ઉડાન ભરી હતી.

મિગ-21ને 1963માં ચીન-ભારત યુદ્ધ પછી વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાન ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ હતું અને તેને “ગાર્ડિયન ઓફ ધ સ્કાય” તરીકે ઓળખવામાં આવતું.

મિગ-211965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને 1971ના યુદ્ધ દરમિયાન આ વિમાને પાકિસ્તાની વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આજની વિદાય સાથે મિગ-21ના સાહસ, શક્તિ અને વિજયની ગાથા ભારતીય સેનાના ઇતિહાસમાં સદાય માટે અંકિત થઈ ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code