1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલોલ નજીક રબ્બરની ફેકટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક
કલોલ નજીક રબ્બરની ફેકટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

કલોલ નજીક રબ્બરની ફેકટરીમાં આગ લાગતા મશીનરી બળીને ખાક

0
Social Share

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી-2026:  જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામની સીમમાં આવેલી એક રબ્બર ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. રબ્બરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિરકાળરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગમાં રબ્બરની ફેકટરીમાં રખાયેલી મશીનરી બળીને ખાક થઈ હતી.

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક મોટી ભેંયણ ગામની સીમમાં આવેલી એક રબ્બરની ફેકટરીમાં વહેલી સવારે આગ લાગતા શ્રમિકો અને આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ રબ્બર ઉત્પાદન એકમમાં લાગી હતી. રબ્બર અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ મિનિટોમાં આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીમાં રહેલી કરોડો રૂપિયાની મશીનરી અને કાચો માલ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.

આગ લાગ્યાની જાણ થતાં જ કલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગની તીવ્રતા જોતા આસપાસના અન્ય ફાયર સ્ટેશનોની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને એફએસએલની મદદ લેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code