
ચેન્નાઈમાં કાર્ગો વિમાનના એન્જિનમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી
ચેન્નાઈઃ ચેન્નાઈમાં એક કાર્ગો વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે ચેન્નાઈ આવી રહેલી એક આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી હતી. વિમાન ઉતરાણ કર્યા પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ફ્લાઇટ મલેશિયાના કુઆલાલંપુર શહેરથી આવી રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લેન્ડિંગ દરમિયાન કાર્ગો ફ્લાઇટના ચોથા એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ પાઇલટ્સે સંબંધિત અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. જોકે, કોઈ ઇમરજન્સી લેન્ડિંગ થયું ન હતું. પાઇલટ્સે સમજદારીપૂર્વક વિમાનને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના એરપોર્ટ પર વિમાન ઉતર્યા પછી તરત જ, ફાયર વિભાગના વાહનોએ આગ ઓલવી નાખી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.