અમદાવાદ, 25 ઓગસ્ટ, 2026 : Free travel for women and children on AMTS buses on Raksha Bandhan શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિને એએમટીએસ બસમાં મહિલાઓ અને બાળકો મફત મુસાફરી કરી શકશે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં રક્ષાબંધનને લઇને મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા બહેનો અને બાળકોને ખાસ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો એએમટીએસ બસમાં શહેરના કોઇપણ સ્થળે નિશુલ્ક મુસાફરી કરી શકશે. આ અંગે એએમટીએસના ચેરમેન પરાગ નાઇકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી મ્યુનિ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સુવિધા આપવામા આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો એએમટીએસ બસમાં શહેરના કોઇપણ સ્થળે નિશુલ્ક મુસાફરી કરી શકશે. ભાઇ-બહેનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણયથી મોટી સંખ્યામાં પરિવારોને લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે અંદાજે 71 હજાર મહિલા અને બાળકોએ એએમટીએસની મફત મુસાફરીનો લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો અને બાળકો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે. રક્ષા બંધનના દિવસે શહેરમાં બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધવા સરળતાથી અવર જવર કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી તહેવારની ખુશીમાં વધુ વધારો થશે.


