1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હરિત ઊર્જા વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી અપાશેઃ CM
હરિત ઊર્જા વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી અપાશેઃ CM

હરિત ઊર્જા વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી અપાશેઃ CM

0
Social Share
  • સી.આઈ.આઈ. ગુજરાતની એન્યુઅલ મિટમાં CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન
  • ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા તરફ ગતિ કરી રહ્યું છે
  • ક્વોલિટી પ્રોડક્ટ અને પેકેજિંગ દ્વારા ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં ગુજરાત અગ્રેસર બનશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે હરિત ઊર્જાને વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે.

મુખ્યમંત્રી સી.આઈ.આઈ. ગુજરાત આયોજિત એન્યુઅલ મિટ-2025માં સંબોધન કરી રહ્યા હતા. આ મિટિંગમાં ‘વિકસિત ગુજરાત-પાવરિંગ અ પ્રોસ્પરસ ઈન્ડિયા’ની વિષયવસ્તુ સાથે ચર્ચા-સત્રો પણ યોજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો મિજાજ બદલાયો છે અને હવે મોટા સંકલ્પો, મોટા લક્ષ્યો સાથે વિકસિત ભારત માટે સૌ સજ્જ બની રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન એનર્જી ઉત્પાદન અને વિનિયોગને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત વડાપ્રધાનના આ અભિગમને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. ગત વાયબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપીને કુલ એમ.ઓ.યુ.માંથી અડધો અડધ એમ.ઓ.યુ. આ ક્ષેત્ર માટે કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત – જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી જી.આઈ.ડી.સી. બનાવવાની દિશામાં સરકાર આગળ વધવા માંગે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ડેવલપમેન્ટ માટે ભારતે લીડ લેવાનો આ સમય સહી સમય છે તેવું આહવાન કર્યું છે. આવા આ સહી સમયે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગજગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ ગ્લોબલ  કોમ્પિટીટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે કાર્યમંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, તે ચરિતાર્થ કરવા ઉદ્યોગ-વેપાર જગતમાં નાનામાં નાના માણસની પણ મહત્તા અને વિકાસમાં સહભાગીતા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

સી.આઇ.આઇની વાર્ષિક બેઠક વિઝન ઇન્ડિયા @ 2047માં ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) 600થી વધુ સભ્યોની સમર્પિત ટીમની અવિરત મહેનત થકી રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની નવીન તકો માટે સૌના સાથ અને સૌના વિકાસથી આગળ વઘી રહ્યા છીએ, તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી છે.

તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઇ.આર અને પીએ મીત્ર પાર્ક, રાજ્યમાં રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ સંસ્થા રાજ્યના વિકાસ થકી ઔધોગિક વિકાસ માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત સરકાર અને સીઆઇઆઇના સહયોગ દ્વારા “વિક્સિત ગુજરાત”ની દિશામાં આ વાર્ષિક સભા ખાસ કદમ બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code