1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ 10 વર્ષના અંશ શાહએ 4 વર્ષની બચત કરેલી રકમ ભારતીય સેના ફંડમાં દાન કરી
ગુજરાતઃ 10 વર્ષના અંશ શાહએ 4 વર્ષની બચત કરેલી રકમ ભારતીય સેના ફંડમાં દાન કરી

ગુજરાતઃ 10 વર્ષના અંશ શાહએ 4 વર્ષની બચત કરેલી રકમ ભારતીય સેના ફંડમાં દાન કરી

0
Social Share

ગાંધીનગરઃ આજના સમયગાળામાં જ્યારે વેકેશનના દિવસોમાં મોટાભાગના બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે, ત્યારે દસ વર્ષના અંશ શાહે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરીને સમાજ માટે એક નવી દિશા દર્શાવી છે.

અંશ શાહે પોતાના છેલ્લા ચાર વર્ષથી ગલ્લામાં જમા કરેલી બચત રકમ ભારતીય સેના ફંડમાં દાન કરીને નાનકડી ઉંમરમાં મોટી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી છે. માત્ર એટલું જ નહીં, તેણે પ્રકૃતિપ્રેમનો ઉદાહરણ આપતાં આંબા, બોર અને આમલીના બીજ પણ એકત્ર કરી વડોદરા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાને રૂબરૂ મળીને સુપરત કર્યા છે.

આ ઉત્કૃષ્ટ કાર્યની વખાણ કરતા કલેક્ટરે અંશને પ્રશંસાના રૂપમાં પ્રસાદીનું બોક્સ અને એક પ્રેરણાદાયી પુસ્તક ભેટમાં આપી તેનું મનોબળ વધાર્યું હતું.

અંશ શાહની આવી નમ્ર અને સંગઠિત કટિબદ્ધતા સંકેત આપે છે કે, જો આવનારી પેઢી બાળપણથી જ દેશ અને પ્રકૃતિ માટે પ્રતિબદ્ધ બને, તો ભારત એક નવી ઊંચાઈએ પહોંચી શકે છે. આ પ્રસંગ માત્ર એક બાળકનો પ્રયાસ નથી, પણ સમગ્ર યુવા પેઢી માટે country-first અને nature-first વિચારધારાનો સંદેશ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code