
ગુજરાતઃ પેપરમિલ ઉધ્યોગમાં મંદીને પગલે કુલ 75માંથી 23મિલ બંધ હાલતમાં
અમદાવાદઃ મોરબી પેપરમિલ ઉધ્યોગ માં મંદીનો માહોલને પગલે કુલ 75માંથી 23મિલ બંધ હાલતમાં છે, વૈશ્વિક નિકાસ બંધ થતા પેપર મિલ ઉધ્યોગ ને મોટો ફટકો છે, સમગ્ર દેશનાં કુલ ઉત્પાદન માં ગુજરાત રાજ્યનો 33 % હિસ્સો છે. પેપરમિલ ઉધ્યોગ ને બચાવવા સરકાર પાસે પેપરમિલ એસોશિયસન અને ઉદ્યાગકારોની મોટી આશા છે. હાલ સિરામિક સહિત ઉધ્યોગ માં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાનું ઉધોગકારો અને એશોસિયેશન જણાવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે વૈશ્વિક કક્ષાએ નિકાસમાં ગણના પાત્ર ઘટ સહિત રોમટીરીયલ, ટ્રાન્સપોર્ટેશન સહિત વિવિધ ફેક્ટરોનો અસરકારક પ્રભાવ જોવા મળે છે.
બીજી તરફ નવા આવેલ અધ્યતન એકમો પણ બંધ કરવા પડે તેવી સ્થિતિ વચ્ચે બેંક, જી.ઇ.બી. નાં ભારણ અને મંદીના માહોલમાં કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. કુલ ઉત્પાદન નાં 33% ઉત્પાદન કરતતા પેપરમિલ ઉધ્યોગ ને મંદીમાં બચાવવા સરકાર યોગ્ય ઘટિત કરવામા આવે તેવી મોરબી પેપરમિલ એસોશિયેસન અને ઉદ્યોગકારોને સરકાર પાસે બહુ મોટી અપેક્ષા છે.
પેપરમિલ ઉદ્યાગને મંદીમાંથી બહાર લાવવા આ અંગે યોગ્ય ઘટિત કરે તેવી માંગ સાથે નિકાસમાં પ્રોત્સાહન ,રો મટીરીયલ, ઈંધણ માં વાપરતા કોલસા સહિત પ્રોત્સાહન રૂપે ટેક્ષમાં,સોલર પોલિસીમાં રાહત સહિત વિવિધ બાબતે પ્રોત્સાહક પોલિસી, સ્કીમ જાહેર કરે તેવી માંગ સહિત બનતે મોરબી પેપરમિલ એશોસિયેસનનાં શૈલેશભાઈ પટેલ અને ઉદ્યોગકાર સુનિલભાઈ એ આ તકે જણાવેલ ,કે અમને આશા અને અપેક્ષા છે કે દેશના કુલ ઉત્પાદનમાં 33%ટકા હિસ્સો ધરાવતા ગુજરાત ની પેપરમિલ ઈન્ડસ્ટ્રીઝને મંદીના માહોલમાંથી બહાર લાવવા સરકાર યોગ્ય ઘટિત કરશે…
અત્રે ઉલેખનીય છે કે મોરબી પંથકમાં કુલ 75 જેટલી પેપરમિલો આવેલ છે.જેમાંથી મંદીના માહોલમાં 23 જેટલી પેપર મિલ બંધ છે અને અન્ય પણ વૈશ્વિક મંદીના માહોલ માં ટકી રહેવા ઝઝૂમી રહી હોવાનું પેપરમિલ એશોસિયેસન અને ઉધોગકારો કહી રહ્યા છે. અને તેઓને વિશ્વાસ છે કે સરકાર આ અંગે જરૂર યોગ્ય ઘટિત કરી સમગ્ર દેશના કુલ ઉત્પાદનનાં 33% હિસ્સો ધરાવતા આ ઉધ્યોગ ને બચાવવા, ટકી રહેવા જરૂર યોગ્ય કરશે..