
ગુજરાતઃ બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીનની ખરીદી કરી શકશે. 12 જૂન સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 31 મેથી 13 જુન સુધી વિદ્યાર્થીઓએ નજીકના હેલ્થ સેન્ટર ખાતે અરજી અને અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે.નર્સિંગ સહિત અલગ અલગ કોર્સના કુલ 51 હજાર થી વધુ બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાકા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર કરાયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી પરીક્ષામાં 1,72,500 પરીક્ષાર્થીઓમાંથી 1,75,000 ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જે 83.51% પાસ ટકાવારી દર્શાવે છે. મોરબી જિલ્લો 92.91% સાથે ટોચ પર રહ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લો 49.15% સાથે છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્ર-વાઇઝ પરિણામોમાં ગોંડલ કેન્દ્ર 96.60% સાથે પ્રથમ અને દાહોદ કેન્દ્ર 54.48% સાથે છેલ્લા ક્રમે રહ્યા હતા. ગ્રુપ-વાઇઝ પરિણામોમાં A ગ્રુપનું 91.90% અને B ગ્રુપનું 78.72% હતું.