1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ

ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ

0
Social Share

ગાંધીનગરઃ વર્ષ 2024માં 341 પી.એસ.આઇ, 397 એ.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલ અને 3356 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત 231 ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં, સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે.

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. ગઈ કાલે તા.30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇ થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

વર્ષ-2024માં અત્યાર સુધીમાં 341 પી.એસ.આઇને પી.આઇ, 397 એ.એસ.આઇને પી.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code