1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા
સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

0
Social Share

બોટાદ, 2 એપ્રિલ 2026: Hanuman Jayanti celebrated grandly સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે દાદાના જન્મોત્સવની ઊજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. કષ્ટભંજન મંદિરને શણગારવામાં આવ્યુ છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

 પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’નો દબદબાભેર પ્રારંભ થયો છે. વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા નૂતન સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારે 07:30 કલાકે 1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

વહેલી સવારે 7 કલાકે 751 પાટલા સાથેનો ‘વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ’નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો અદભુત લાભ લીધો હતો. યજ્ઞની ધુમ્રસેરમાં રહેલી પવિત્રતા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય ઉર્જાનો સંચાર થયો છે.  આ સાથે મંદિરના મુખ્ય શિખર પર ભાવિકો દ્વારા અર્પણ કરાયેલી 108 ધ્વજા ચઢાવવામાં આવી હતી.  બપોરના સમયે દાદાને 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો, દાદાના જન્મોત્સવને લઈ ભક્તોમાં તેમજ સંતો મહંતોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં ‘જય શ્રી રામ જય’ના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું.

ગઈકાલે બુધવારે ઉત્સવના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું અત્યંત શ્રદ્ધાપૂર્વક ઐતિહાસિક અને દિવ્ય ‘રાજોપચાર પૂજન’ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિરાટ પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મધરાતે કાઉન્ટડાઉન પૂર્ણ થતાની સાથે જ આકાશમાં શાનદાર આતશબાજી કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code