Homeગુજરાતીગુજરાત16 ઈજનેરી કોલેજોમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ-વાઈફાઈ બંધથી મુશ્કેલી

16 ઈજનેરી કોલેજોમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ-વાઈફાઈ બંધથી મુશ્કેલી

અમદાવાદ, 27 ઓગસ્ટ 2026 : Internet-shutdown in 16 engineering colleges for last two months રાજ્યની 16 જેટલી એન્જિનિયરિંગ કોલેજોમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ અને વાયફાઈ સેવા બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસથી માંડીને અધ્યાપકો અને કર્મચારીઓની કામગીરી સુધી તેની અસર જોવા મળી રહી છે, જેના કારણે નવી ટેકનોલોજી અને ઓનલાઇન ઉપલબ્ધ ટેકનિકલ જ્ઞાન મેળવતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે.

ગુજરાતની 16 જેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેટ સેવા સદંતર બંધ છે. એન્જિનિયરિંગના અભ્યાસમાં ટેકનિકલ વિષયોને લગતી માહિતી, સંશોધન સામગ્રી, ટેકનિકલ દસ્તાવેજો, વિવિધ સોફ્ટવેર અને નવી ટેકનોલોજી અંગેની માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે. જોકે કોલેજોમાં જ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ ન રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જરૂરી માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વિવિધ ટેકનિકલ વિષયોને સમજવા માટે ઓનલાઇન વ્યાખ્યાનો, સંદર્ભ સામગ્રી, સંશોધન પત્રો, ટેકનિકલ વેબસાઇટો તેમજ વિવિધ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં કોલેજમાં જ ઇન્ટરનેટ સેવા બંધ રહેતા વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન મેળવવામાં અડચણ ઊભી થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને શાંતિલાલ શાહ કોલેજ ઉપરાંત ગાંધીનગરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, પાટણની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને વલસાડની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સહિત રાજ્યની અનેક કોલેજોમાં ઇન્ટરનેટ સેવા બંધ બે મહિનાથી બંધ છે. લાંબા સમયથી બંધ રહેલી ઇન્ટરનેટ સેવા ક્યારે પુનઃસ્થાપિત થાય છે તેના પર વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફની નજર છે. ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થાય તો વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન મેળવવામાં તેમજ અધ્યાપકો અને સ્ટાફને ઓનલાઇન કામગીરી કરવામાં રાહત મળી શકે તેમ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular