1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયરપદે અંજુબેન શાહની વરણી
અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયરપદે અંજુબેન શાહની વરણી

અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયરપદે અંજુબેન શાહની વરણી

0
Social Share

અમદાવાદ, 26 મે, 2026 : Hitesh Barot elected as Mayor શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે એએમસીની મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના શાસક પક્ષના નેતાપદે  શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વાર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે જીત મેળવી હતી. છેલ્લા ઘણા સમયથી મ્યુનિના પદાધિકારીઓની વરણીની રાહ જોવાતી હતી. આજે મ્યુનિના પદાધિકારીઓની વિધિવત વરણી કરી દેવામાં આવી છે. જેમાં શહેરના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિએ મેયર માટે ફોર્મ ભર્યું હતું જેને કોંગ્રેસના કોર્પોરેટરોએ મત આપ્યો હતો. જ્યારે ભાજપ દ્વારા હિતેશ બારોટની પક્ષ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યો હતો. ભાજપ પાસે બહુમતી હોવાથી બારોટ ચૂંટાયા હતા. પરિણામના 30 દિવસ બાદ અમદાવાદને નવા મેયર મળ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code