
- ગુરૂવારે મહાવીર જ્યંતિની જાહેર રજા
- બીજો શનિવાર અને રવિવારની જાહેર રજા
- સોમવારે આંબેડકર જયંતિની રજા
ગાંધીનગરઃ ગુજરાત સરકારની કર્મચારીઓને 5 દિવસનું મીની વેકેશન ભોગવી શકે એવો યોગ ઊભો થયો છે. જોકે 5 દિવસનું મીની વેકેશન ભોગવવું હોય તો કર્મચારીઓએ એક દિવસની કેઝ્યુલ રજા લેવી પડશે. જો એક દિવસથી રજા મળશે તો કર્મચારીઓને સળંગ 5 દિવસની રજા ભાગવવા મળશે. કારણ કે, તા. 10મી એપ્રિલને ગુરૂવારે મહાવીર જ્યંતીની જાહેર રજા રહેશે, તા. 11મીને શુક્રવારે કચેરીઓ ચાલુ રહેશે. અને ત્યારબાદ બીજો શનિવાર હોવાથી જાહેર રજા, ત્યારબાદ રવિવારની રજા અને સોમવારે આંબેડકર જ્યંતિની જોહેર રજા રહેશે. એટલે કર્મચારીઓ જો શુક્રવારની રજા લેશે તો 5 દિવસથી સળંગ રજા ભોગવવા મળશે.
ગુજરાતમાં સરકારી અને બેન્કના કર્મચારીઓ માટે 5 દિવસિય સળંગ રજાનો યોગ સર્જાયો છે. તા.10 એપ્રિલને ગુરૂવારે મહાવીર જયંતિની જાહેર રજા છે જ્યારે તારીખ 11 એપ્રિલને શુક્રવારે ચાલુ દિવસ છે. તા.12 એપ્રિલને શનિવારે બીજો શનિવાર અને તા.13 એપ્રિલને રવિવારે જાહેર રજા છે. ત્યાર બાદ તા.14 એપ્રિલને સોમવારે ડો.આંબેડકર જયંતિની રજા જાહેર કરવામાં આવી છે. આમ, કર્મચારીઓ એક દિવસ શુક્રવારની રજા મૂકે તો તારીખ 10 એપ્રિલથી 14 એપ્રિલ એટલે કે સતત પાંચ દિવસ સુધી મિની વેકેશન માણવા મળશે. વિદ્યાર્થીઓને પણ બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય જે પરિવારમાં વિદ્યાર્થીઓ બોર્ડમાં હતા તેના માતા પિતા સરકારી નોકરી કરતા હોય તો તેઓએ આ બે દિવસની રજા લઈને ફરવા ફરવા જવાનો પાંચ દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો છે અને આ પાંચ દિવસમાં મિની વેકેશનનો લાભ લઈ હરવા ફરવા જશે.આમ આગામી પાંચ દિવસ દરમિયાન સરકારી કચેરીઓમાં રજા વધારે અને કામના દિવસો ઓછા તેવું જોવા મળશે.આ રીતે એપ્રિલમાં રજાની મજા માણવા મળશે. (file photo)