ICC મહિલા વિશ્વ કપની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ભારત 59 રનથી જીત્યું
નવી દિલ્હીઃ ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું હતું. ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા હતા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ઇનોકા રાણાવીરાએ ચાર વિકેટ લીધી હતી. મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ, જેના કારણે ઓવર ઘટાડીને 47 કરાઇ હતી.
ડકવર્થ-લુઇસ પદ્ધતિમાં મુજબ ભારતનો અંતિમ સ્કોર 270 રનનો રાખવામાં આવ્યો, જેનાથી શ્રીલંકાને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં શ્રીલંકા 211 રન જ બનાવી શકતા ભારતનો વિજય થયો હતો. ભારતની દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રવિવારે કોલંબો ખાતે રમાશે.


