
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની આ મોટી સફળતા છે. જેની ઉપર દેશની જનતાને ગર્વ હોવો જોઈએ. આ ઘટના બની ત્યારે પીડીત પરિવારને મળ્યો હતો. આજે તમામ પરિવારજનોને કહેવામાં માંગુ છું કે, ઓપરેશન સિંદુર મારફતે મોકલનારા અને ઓપરેશન મહાદેવ મારફતે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યાં છે.
એનઆઈએની તપાસને લઈને કહ્યું હતું કે, જે દિવસે ટીઆરએફએ પહેલગામ હુમલાની જવાબદારી લીધી ત્યારે જ એનઆઈએને તપાસ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેના, બીએસએફ સહિતની એજન્સીઓએ પ્રયાસો કર્યાં કે આતંકવાદીઓ ફરાર ન થાય. તપાસ દરમિયાન પીડિતો, સ્થાનિકો મળીને 1055થી વધારે લોકોની પૂછપરછ કરીને તેમનું વીડિયો રેકોડીંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેના આધારે આતંકવાદીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી હતી.
જેમણે આતંકવાદીઓને આશરો આપ્યો હતો. તેમની ધરપકડ કરી હતી. 21 એપ્રિલના રોજ રાતના 3 આતંકવાદી આવ્યા હતા અને તેમની પાસે આધુનિક હથિયાર હોવાનું ખૂલ્યું હતું. ઘટના સ્થળ પરથી ખાલી કારતુસ જપ્ત કરીને ચંદીગઢ એફએસએલમાં મોકલવામાં આવ્યાં હતા. બંને આરોપીઓની માતાએ ત્રણેય આતંકવાદીઓના મૃતદેહને ઓળખી લેવાયાં છે. બશીર અને પરવેઝે પણ મૃતદેહની ઓળખ કરી છે. હુમલામાં 3 પાકિસ્તાની આતંકવાદી હતી.
પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરે પણ પહેલગામ હુમલા મામલે સવાલ કર્યો હતો કે, આતંકવાદી પાકિસ્તાની છે. હું ચિદમ્બરને કહેવા માંગુ છું કે, અમારી પાસે પુરવા છે કે તેઓ પાકિસ્તાની છે તેમના બે ઓળખના પુરાવા મળ્યાં છે. તેમની પાસેથી ચોકલેટ મળી હતી તે પણ પાકિસ્તાની બનાવટની હતી. આ લોકો કહે છે કે, પાકિસ્તાની ન હતા, આમ એક પૂર્વ ગહમંત્રી પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યાં છે. આતંકવાદી પાકિસ્તાની ન હોવાનું કહીને ચીદમ્બર સવાલ ઉભો કરી રહ્યાં છેકે, પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. આખી દુનિયાએ સ્વીકાર્યું કે, આતંકવાદી પાકિસ્તાની હતા. જ્યારે કોંગ્રેસના નેતા પાકિસ્તાનને બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.