
IPL:મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે
નવી દિલ્હીઃ આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. રાજસ્થાન રોયલ્સ તરફથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 33 બોલમાં 57 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિચંદ્રન અશ્વિને બે વિકેટ ઝડપી હતી. અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 187 રન બનાવ્યા હતા. આયુષ મ્હાત્રેએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી યુધવીર સિંહ ચરક અને આકાશ મધવાલે 3-3 વિકેટ ઝડપી હતી. આકાશ મધવાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.આજે સાંજે 7:30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.