Homeગુજરાતીતમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ રહ્યો છે જાણો....

તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ રહ્યો છે જાણો….

આધારકાર્ડ આજના જમાનાનો સૌથી મહત્વપૂર્ણ અને કીમતી ડોકયુમેંટ છે. આનો ઉપયોગ આપની ઓળખાણથી લઈને સિમકાર્ડ ખરીદવા માટે થાય છે. બેન્ક એકાઉન્ટ માટે પણ આધારકાર્ડ હોવું જરૂરી છે. આજ કારણ છે કે તેનો દુરુપયોગ પણ બહુ થઈ રહ્યો છે. આવામાં એ પણ જરૂરી છે કે તમારા આધારનો ઉપયોગ કયા અને કેવી રીતે થઈ રહ્યો છે. હવે ઘર બેઠા બેઠા તમે પણ ચેક કરી શકો છો કે તમારા આધારકાર્ડનો ઉપયોગ કયા કયા થઈ રહ્યો છે.

આમ તમારા જાણ માટે બતાવી દઈએ કે જ્યારે તમારા આધારનું વેરિફિકેશન થાય છે ત્યારે તેની એક હિસ્ટ્રી બને છે. એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તમારું આધારકાર્ડ કયા કયા વપરાયું છે. ચાલો જાણીએ આને ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકીએ.?

સૌથી પેહલા તમે UIDAI ની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ. “aadhar authentication histry “ નો વિકલ્પ દેખાશે જેમાં તમે ક્લિક કરો. આ વિકલ્પ તમને માય આધાર સેકશનમાં દેખાશે એ ઉપરાંત તમે https://resident.uidai.gov.in/aadhaar-auth-history આ લિન્ક પર ક્લિક કરશો તો પણ ચાલશે. તેના પછી તે તમારો ૧૨ આંકડાનો આધાર નંબર માંગશે, જે તમે નાખી સિક્યોરિટી કેપચા નાખી ઓ ટી પી પર ક્લિક કરવાનું જણાવશે. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓ ટી પી આવશે. આ ઓટીપી સબમિટ કર્યા બાદ તમને તમારા આધારકાર્ડને લગતી તમામ માહિતી મળી જાય છે. જો કે આ રેકોર્ડ પાછલા ૬ મહિનાનો જ હોય છે.

સંબંધિત લેખો

Most Popular