1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હજીરામાં બીજા દિવસે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં L & T ના શ્રમિકો એકઠા થયા
હજીરામાં બીજા દિવસે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં L & T ના શ્રમિકો એકઠા થયા

હજીરામાં બીજા દિવસે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં L & T ના શ્રમિકો એકઠા થયા

0
Social Share

સુરત, 27 ફેબ્રુઆરી 2026L&T workers gather for protest in Hazira for second day શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની લિમિટેડમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એલ એન્ડ ટીના કામદારોએ ગઈકાલે વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યા બાદ આજે પણ સવારથી શ્રમિકો એકઠા થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. L&Tના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગઈકાલે આગ લગાડવા અને પત્થરમારાની ઘટનામાં 40 કામદારોની ધરપકડ કરવામાં આવી છે. અને તમામ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં આજે સવારથી ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ હજીરાના તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને જોતા સુરતમાં યોજાનારી મહત્વની પોલીસ કોન્ફરન્સ પણ રદ કરી દેવામાં આવી છે.

.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,  આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ગઈકાલની ઘટના બાદ આજે સવારે ફરીથી એલ એન્ડ ટીના અંદાજે 50થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એકઠા થયા હતા. જોકે, પ્લાન્ટ પર પહેલેથી જ સજ્જ તહેનાત પોલીસે તાત્કાલિક એક્શન લઈ આ તમામ કર્મચારીઓને ત્યાંથી હટાવી દીધા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આજે વહેલી સવારથી જ L&T પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.  પ્લાન્ટની અંદર ગેટ નંબર 3 પાસે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા. પ્લાન્ટના આંતરિક ભાગમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code