1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં એલ એન્ડ ટીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો
સુરતમાં એલ એન્ડ ટીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો

સુરતમાં એલ એન્ડ ટીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો

0
Social Share

સુરત, 26 ફેબ્રુઆરી 2026: શહેરના હજીરા વિસ્તારમાં આજે સવારથી શ્રમિકોએ મોરચો માંડ્યો છે, જેમાં હરિયાણાના પાણીપતમાં એલ એન્ડ ટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા એલ એન્ડ ટીના 5000 જેટલા કોન્ટ્રેક્ટના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા. જ્યારે બીજી બાજુ હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલ એન્ડ ટીના કોન્ટ્રેક્ટ કર્મચારીઓએ પણ પગાર વધારાની માગ સાથે હોબાળો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કર્મચારી-કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો.

હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં જોવા મળી છે, જ્યાં SMP-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઈટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. દરમિયાન પ્લાન્ટમાં પણ કર્મચારીઓએ પણ એકઠા થઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલાં વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી. સ્થિતિ વિકટ બનતાં જ સુરત પોલીસનાં ધાડેધાડાં કંપની પર પહોંચ્યાં હતાં. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. ત્યાર બાદ બપોરે 2 વાગ્યા આસપાસ પોલીસે સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ કરી લીધો હતો.

આ સ્થિતિને થાળે પાડવા અને કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જોકે મોટી સંખ્યામાં શ્રમિકોના આકસ્મિક આક્રોશને પગલે પ્લાન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અંગે લાર્સન એન્ડ ટુબ્રોએ એક સ્ટેટમેન્ટ રિલીઝ જારી કરી કહ્યું કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગુ કરવામાં આવશે ત્યારે તેના તમામ નિયમો તાત્કાલિક અસરથી અમે લાગી કરીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code