
સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!
દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે.
બે વર્ષ પછી તેના અસલી સ્વરૂપે મેળો શરુ થયો છે, ત્યારે તેના મુખ્ય આકર્ષણોમાં સિનેમા, સંગીત, સરકાર, રાજનીતિ, સંસ્કૃતિ અને થિયેટર સાથે જોડાયેલ ખ્યાતનામ હસ્તીઓ આવશે. આ મચ પર દેશ વિદેશના લોકો, તેમના પુસ્તકો, તેમનું સાહિત્યમાં યોગદાન, ફિલ્મોની મહેફિલ અને કેટલાક રાજનીતિ અને સરકારને લગતા સવાલ જવાબ પણ થશે. તો બીજી તરફ સંગીત અને સૂર સાથે રાગ પણ છેડાશે. આમ એક જ મંચ પર સાહિત્ય, સંગીત, સિનેમા અને રાજકારણની ગરમાગરમ ચર્ચાઓ અને સાથે ત્રણ દિવસનું ભરપૂર મનોરંજન અહીં મળશે
દિન પ્રતિદિન આ કાર્યક્રમ અન્ય સઘળાં સાહિત્યિક કાર્યક્રમો કરતાં ઘણો મોટો થઇ રહ્યો છે, જેનું કારણ છે, તેમાં સામેલ વિષયો અને જે તે વિષયનું વૈવિધ્ય અને સાથે જ તેના ખ્યાતનામ વક્તાઓ.
આ કાર્યક્રમમાં બી પ્રાક અને અસીસ કૌર દ્વારા લાઈવ પરફોર્મન્સ પણ આયોજીત કરવામાં આવ્યું છે. સાથે જ જે નાય હસ્તીઓ સામેલ છે, તેમના નામ આ મુજબ છે: અફસાના ખાન, ભૂપેન્દર યાદવ, વિક્રમ સંપટ, અશ્વિન સાંઘી, ચેતન ભગત, પ્રસૂન જોશી, નાસેરા શર્મા, અશોક વાજપેયી, અનામિકા, અરુણ કમલ, નંદ કિશોર આચાર્ય, નરેશ સક્સેના, લીલાધર જગુડી, સુરેન્દર મોહન પાઠક, રાજેશ જોશી, કબીર બેદી, સ્વાનંદ કિરકિરે, મોરારી બાપુ, દીપ્તિ નવલ, કૈલાશ સત્યાર્થી, મૃદુલા ગર્ગ, વસીમ બરેલવી, શીન કાફ નિઝામ, નવાઝ દેવબંદી, મહુઆ માજી.
(ફોટો: ફાઈલ)