
- હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારી વાહનચાલકો દંડાયા
- અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
- દંડથી બચવા માટે કર્મચારીઓએ કરી બહાનાબાજી
અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગના ગુના અંગે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનારા અને પાછળ બેસનારા બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતનાં ચાર મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસે સરકારી કચેરી બહાર વાહનો લઈને આવતા કર્મચારીઓનું ચેકિંગ હાથ ધર્યુ હતું. અમદાવાદ શહેરમાં પ્રથમ અઢી કલાકમાં 2.36 લાખનો દંડ વસુલાયો હતો. પોલીસ ડ્રાઈવમાં 58 પોલીસકર્મીઓ પણ દંડાયા હતા.
ગુજરાતમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. આ નિયમના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને પોલીસે દંડ ફટકારવનું શરૂ કર્યું છે.
રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનારા અને પાછળ બેસનારા બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતના ચાર મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા, પરંતુ પોલીસે એકપણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઇ-મેમો આપ્યો હતો, આ ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા. પોલીસે પરિપત્રનું ચૂસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો.
હેલ્મેટ માટે ગુજરાત રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના આપવામાં આવી હતી. આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને સીટબેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. હેલ્મેટ અને સીટબેલ્ટ વગરના અરજદારોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે. અન્ય સરકારી કચેરીની જેમ આરટીઓ કચેરીમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓના ઝાંપે ઊભા રહીને ડ્રાઈવ યોજી હતી. અને અનેક કર્મચારીઓ દંડાયા હતા, હવે આવતી કાલે પણ પોલીસ ડ્રાઈવ યોજવામાં આવશે.