
- જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું
- દુર દુર સુધી અગનજ્વાળા દેખાઈ
- આગના બનાવમાં કોઈ જામહાની નહીં,
ભરૂચ : જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી એક ભંગારના ગોદામમાં ગત રાતે ભીષણ આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ અંકલેશ્વર અને ભરૂચનો ભાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ દુર દુર સુધી દેખાતા લોકોના ટોળાં જામ્યા હતા. દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને લોકોના ટોળાંને હટાવ્યા હતા.
આ આગના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગે એકાએક વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ દૂર દૂરથી જોઈ શકાતી હતી. ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ અને અફરાતફરી મચી હતી. બનાવ અંગે ભરૂચ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ભરૂચ ફાયરબ્રિગેડની ટીમને આગના બનાવ અંગે માહિતી મળતા જ તાત્કાલિક અંકલેશ્વર DPMCના ત્રણ જેટલા ફાયર ફાયટરો અને ભરૂચ ફાયર વિભાગ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. (પ્રતિકાત્મક તસવીર)