1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોરે વિકાસના કામોની કરી સમીક્ષા
બનાસકાંઠામાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોરે વિકાસના કામોની કરી સમીક્ષા

બનાસકાંઠામાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોરે વિકાસના કામોની કરી સમીક્ષા

0
Social Share

પાલનપુર, 06 માર્ચ 2026: Development works reviewed in Disha Committee meeting  બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની સાંસદ ગનીબેન ઠાકોરે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ તમામ નગરપાલિકાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના અધિકારીઓએ સાંસદ સમક્ષ તેમની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી.

પાલનપુરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક સાંસદ ગનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા કરાયેલી મુખ્ય યોજનાઓમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈ.સી.ડી.એસ., માર્ગ અને મકાન (સ્ટેટ), ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન અને ખેતીવાડી વિભાગ સહિતના અન્ય વિભાગોની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરાયો હતો.

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે પાયાની સુવિધાઓનો ઝડપી વિકાસ થવો જરૂરી છે. આ દિશામાં સૌએ સજાગતા અને સમન્વય સાથે કાર્ય કરવું જોઈએ. તેમણે વિકાસ કાર્યોમાં 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો, જેથી વિકાસ માટે વધારાની ગ્રાન્ટ મેળવવામાં પણ મદદ મળી શકે.

વધુમાં, સાંસદે નગરપાલિકાઓમાં સીસીટીવી કેમેરા સ્થાપવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આનાથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે અને આ પ્રોજેક્ટ અન્ય નગરપાલિકાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code