Homeગુજરાતીગુજરાતબનાસકાંઠામાં 8 મહિનામાં પોલીસની સતર્કતાથી 2 કરોડના નશીલા પદાર્થો પકડાયા

બનાસકાંઠામાં 8 મહિનામાં પોલીસની સતર્કતાથી 2 કરોડના નશીલા પદાર્થો પકડાયા

પાલનપુર, 21 ઓગસ્ટ, 2026 : Narcotics worth ₹2 crore seized in Banaskantha in 8 months ગુજરાતનો સરહદી જિલ્લો ગણાતા બનાસકાંઠામાં પ્રરપ્રાંતમાંથી લવાતા નશીલા પદાર્થો અને ખાસ કરીને ડ્રગ્સ સામે પોલીસ વધુ સક્રિય છે. છેલ્લા 8 મહિનામાં 2 કરોડથી વધુની કિંમતના નશીલા પદાર્થો પકડી પાડ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ, SOG અને સ્થાનિક પોલીસ સ્ટેશનોએ 1 જાન્યુઆરી, 2026 થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન, પોલીસે કુલ 524 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા પદાર્થોની અંદાજિત કિંમત ₹1,99,27,678.37 (લગભગ ₹2 કરોડ) થાય છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોમાં 34 ગ્રામ મેથાએમ્ફેટામાઇન (₹3.40 લાખ), 66.10 કિલોગ્રામ સૂકો ગાંજો (₹32.86 લાખ), 42.894 કિલોગ્રામ ગાંજાના છોડ (₹21.44 લાખ), 216.125 ગ્રામ મોર્ફીન અને હેરોઇન (₹23.47 લાખ), 13.879 કિલોગ્રામ ચરસ (₹36.47 લાખ), 373.679 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (₹11.54 લાખ), 2.046 કિલોગ્રામ અફીણ (₹10.23 લાખ), 398.700 કિલોગ્રામ પોષડોડા (₹59.80 લાખ) અને 655 ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ, SOG અને સ્થાનિક પોલીસ સ્ટેશનોએ 1 જાન્યુઆરી, 2026 થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન, પોલીસે કુલ 524 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા પદાર્થોની અંદાજિત કિંમત ₹1,99,27,678.37 (લગભગ ₹2 કરોડ) થાય છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 30 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસે 51 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા પોલીસ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય રાખી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. SOG અને સ્થાનિક પોલીસની સંકલિત કામગીરીથી આ ગેરકાયદેસર નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી થઈ છે.  પોલીસે નાગરિકોને નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ કે સંગ્રહ અંગેની કોઈપણ માહિતી પોલીસને આપવા અપીલ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular