Homeગુજરાતીગુજરાતરાજકોટમાં 2જી સપ્ટેમ્બરથી જન્માષ્ટમીનો પાંચ દિવસીય લોકમેળો યોજાશે

રાજકોટમાં 2જી સપ્ટેમ્બરથી જન્માષ્ટમીનો પાંચ દિવસીય લોકમેળો યોજાશે

રાજકોટ, 21 ઓગસ્ટ, 2026 : Five-day Janmashtami folk fair સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. જેમાં જન્માષ્ટમીના પર્વ પર તો ગામે ગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાતો હોય છે. આ મેળો તા.2જી સપ્ટેમ્બરથી પાંચ દિવસીય યોજાશે. અને રંગીલા રાજકોટના લોકમેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેરના ઐતિહાસિક રેસકોર્સના વિશાળ મેદાન પર આગામી તારીખ 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાતીગળ જન્માષ્ટમી લોકમેળો યોજાશે. પાંચ દિવસ દરમિયાન અંદાજે 15 લાખથી વધુ માનવમેદની આ મેળાનો આનંદ માણશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મેદાન સંપૂર્ણપણે ખાલી કરાવીને તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. મેદાનમાં વિશાળ ડોમ ઊભા કરવામાં આવી રહ્યો છે. અને રાઇડ્સ માટે રાજસ્થાનથી સાધન-સામ ગ્રી ભરેલી ટ્રકો પણ આવી પહોંચી છે. તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં રંગીલા રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના મેળામાં ઉમટનારા લાખો મુલાકાતીઓને ટ્રાફિક કે પાર્કિંગની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા રેસકોર્સની આસપાસ 15 થી વધુ સ્થળો પર નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. લોકમેળામાં કુલ 228 સ્ટોલ અને પ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડ્રો દરમિયાન બાકી રહી ગયેલા રમકડાંના 5 પ્લોટ હવે ફાળવવામાં આવશે. આ એક સ્ટોલની નિયત કિંમત રૂ. 45 હજાર રાખવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પણ આ લોકમેળામાં પોતાનો વ્યવસાય શરૂ કરી શકેશે.

રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા સમગ્ર પરિસરમાં બાજ નજર રાખવા માટે 14 જેટલા હાઈટેક વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. આ વખતે પ્રથમવાર ભીડ નિયંત્રણ અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને તાત્કાલિક રોકી શકાય. આ ઉપરાંત મુલાકાતીઓની સંપૂર્ણ સુરક્ષા, ફાયર સેફ્ટી અને ઇમરજન્સી કોરિડોર જેવી બાબતોનું ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular