નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ: વરુણ તોમરે મેન્સ 10 મીટર એર પિસ્તોલમાં મેળવ્યો સુવર્ણચંદ્રક
- વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમ્ન સિંહે રજત ચંદ્રક જીત્યો
- નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ
નવી દિલ્હીઃ ભારતીય સેનાના વરુણ તોમર નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024ની પુરુષોની 10-મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીતીને રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બની ગયા છે. વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમ્ન સિંહે રજત ચંદ્રક જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
વરુણ તોમરે મેન્સ જુનિયર 10-મીટર એર પિસ્તોલ ઈવેન્ટ પણ જીતી હતી અને તેના સાથી પ્રદ્યુમ્ન સિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશના નિખિલે રજત ચંદ્રક જીત્યો હતો. વધુમાં, મેન્સ યુથ 10-મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં, ઉત્તર પ્રદેશના ચિરાગ શર્માએ સુવર્ણ ચંદ્રક, સાથી દેવ પ્રતાપે રજત ચંદ્રક અને રાજસ્થાનના મયંક ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Men's 10m Air Pistol Mota Banav National Shooting Championship News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Suvarna Chandrak Taja Samachar Varun Tomar viral news