
- અવકાશી ટેકનોલોજી રોજિદા જીવન કેવી રીતે અસર કરે છે,
- વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધાનું આયોજન,
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આગામી તા.23 ઓગસ્ટ, 2024ના રોજ તેના પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઊજવણીની સાથે સાથે રાષ્ટ્રવ્યાપી કલ્પનાઓને પ્રજ્વલિત કરી રહી છે.આ વર્ષેનો વિષય “જીવનને સ્પર્શવું, ચંદ્રને સ્પર્શવું” એ છે. એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે તે શોધવા આમંત્રિત કરે છે. શું તમે ક્યારેય NavIC નો ઉપયોગ કર્યો છે? સેટેલાઇટ છબીઓ ડાઉનલોડ કરી છે? હવામાનની આગાહી જોઈ છે? આ બધા અવકાશ અનુસંધાનના અજાયબીઓના કારણે શક્ય બન્યા છે!
આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે જે સ્પર્ધકની કલ્પનાને આકાશમાં ઉડાવવાની તક આપે છે.આ સ્પર્ધા જી.ટી.યુ.ના તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો દ્વારા યોજવામાં આવી છે.આ સ્પાર્ધામાં ભારતના અવકાશી સિદ્ધિઓના સારને પકડતું એક પોસ્ટર ડિઝાઇન કરાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો કે અવકાશમાં રસ ધરાવતા સૌ લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી આમંત્રિત કરવામાં આવે છે.વધુ વિગતો માટે અને પોસ્ટર સ્પર્ધામાં નોંધણી કરવા માટે https://bit.ly/NSDCelebration પર મુલાકાત લઈ શકાશે. તેમ જીટીયુની અખબારી યાદીમાં જણાવાયું છે.
#GTUSpaceDay | #SpaceTechnology | #SpaceInDailyLife | #PosterCompetition | #GTUStudents | #NationalSpaceDay | #IndianSpaceTech | #NavIC | #SatelliteTechnology | #WeatherForecasting | #SpaceResearch | #StudentEvents | #SpaceInnovation | #ISRO | #Chandrayaan | #ExploreSpace | #TechnologyInLife | #SpaceExploration | #STEMEducation | #SpaceForEveryone