વિદ્રોહી જૂથોએ ફરી એકવાર સીરિયામાં મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિદ્રોહીઓએ અલેપ્પોને નિશાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જો હુમલાઓ સમયસર રોકવામાં ન આવે તો, સીરિયાનું શાસન હયાત તહરિર-અલ-શામના નેતૃત્વવાળા વિપક્ષી જૂથોથી અલેપ્પો જેવા મોટા શહેરને ગુમાવવાની આરે આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરના સમયમાં સીરિયાનું શાસન નબળું પડ્યું છે અને તેનું સૌથી મોટું કારણ ઈરાનની નબળી પડતી પકડ હોવાનું કહેવાય છે. સીરિયામાં આ હુમલો છેલ્લા ચાર વર્ષમાં સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.
હયાત તહરીર અલ-શામ એટલે કે HTS સીરિયામાં ફરી એકવાર પુનરાગમન કરી રહ્યું હોય તેવું લાગે છે. આ જૂથ સીરિયાની સેનાઓને બહાર કાઢીને અલેપ્પોમાં પ્રવેશ્યું છે, આવી સ્થિતિમાં સીરિયન સરકાર માટે ઈરાન, રશિયા અને હિઝબુલ્લાહ વિના એચટીએસનો સામનો કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જો સીરિયાની સેના આ જૂથનો કડકાઈથી સામનો નહીં કરે તો આવનારા સમયમાં તે સીરિયાના બીજા ઘણા શહેરો પર કબ્જો કરી શકે છે. સીરિયામાં પોતાના સતત હુમલાઓ વચ્ચે HTS જૂથે મોટો દાવો કર્યો છે. પોતાના દાવામાં HTS જૂથે કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોમાં સીરિયાના અલગ-અલગ શહેરોમાં ઘૂસ્યા છે, 2016 પછી આ પહેલીવાર છે જ્યારે વિદ્રોહીઓ અલેપ્પો પહોંચ્યા છે.