NEET UG 2026: મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનની વિન્ડો ખૂલી
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: મેડિકલ અને પેરા મેડિકલના સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આપવી ફરજિયાત છે. દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ યુજીની ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ‘ડોક્ટર’ બનવાનું સ્વપ્નું જોતા લાખો વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વર્ષ 2026 માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામા સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ વર્ષે પણ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે અત્યંત ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા સાથે યોજાશે. ખાસ કરીને ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જેઓ માતૃભાષામાં પરીક્ષા આપવા માગે છે, તેમના માટે ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. નેટ યુજીની પરીક્ષા માટે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવા પડશે, જેમાં 1 જાન્યુઆરી 2025 પછી લીધેલો તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉમેદવારના સ્પષ્ટ હસ્તાક્ષર(સહી), બંને હાથની આંગળીઓ અને અંગૂઠાના નિશાન, જન્મતારીખની ખરાઈ માટે ધો.10ની માર્કશીટની માર્કશીટ અથવા પાસિંગ સર્ટિફિકેટ, ઉપરાંત નાગરિકતા પ્રમાણપત્ર, કેટેગરી પ્રમાણપત્ર અને PWD સર્ટિફિકેટ (જ્યાં લાગુ પડતું હોય ત્યાં) અપલોડ કરવા પડશે, ઉમેદવારોએ વેબસાઈટ neet.nta.nic.in પર જઈને હોમપેજ પર ‘New Registration’ લિંક પર ક્લિક કરીને સૂચનાઓ વાંચીને વિગતો ભરી અને એપ્લિકેશન નંબર તથા પાસવર્ડ જનરેટ કરવો પડશે..લોગિન કર્યા બાદ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષાના શહેરની પસંદગી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહશે.


