1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પાળતુ કુતરાની રૂપિયા 200 ભરી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે
અમદાવાદમાં પાળતુ કુતરાની રૂપિયા 200 ભરી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

અમદાવાદમાં પાળતુ કુતરાની રૂપિયા 200 ભરી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

0
Social Share
  • પાળતુ ડોગના અને તેને રાખવાની જગ્યાના ફોટા આપવા પડશે,
  • 1લી જાન્યુઆરીથી નોંધણીનો પ્રારંભ થશે,
  • 90 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

અમદાવાદઃ શહેરમાં ઘણાબધા લોકો કૂતરાં (ડોગ) પાળતા હોય છે. આવા ડોગ સામે ઘણીવાર સોસાયટીના લોકોની ફરિયાદો પણ ઊઠતી હોય છે. પાલતુ ડોગ કરડવાના બનાવો પણ બનાતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પાલતુ કૂતરા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર 1 જાન્યુઆરી 2025થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રૂ. 200ની ફી ભરવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં શ્વાનના ફોટોગ્રાફ અને તેને રાખવાની જગ્યા સાથેના જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ 90 દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સીએનસીડી  વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં આવતી નથી. જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે હવે આવા પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જે લોકો ડોગ પાળતા હોય તેમણે તા. 1 જાન્યુઆરી 2025 સુધીમાં રજીસ્ટ્રેશન કરવવાનું રહેશે.

અમદાવાદ  શહેરમાં રાખવામાં આવતા પાળતું શ્વાન (પેટ ડોગ)ના માલિકો / નાગરિકો જોગ જાહેર નોટિસ આપી જણાવવામાં આવ્યું છે. કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad cityની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાળતું શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે. પ્રતિ પાળતું શ્વાન પૈકી 200 રૂપિયા ફી ચૂકવવી પડશે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in ૫રથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતું શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 200 ચૂકવવાના રહેશે. સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગની અંદર આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. જરૂરી પુરાવા / પ્રક્રિયા અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ અરજદારનું ટેક્ષ બિલ અરજદારનું લાઈટ બિલ અરજદારનો ફોટોગ્રાફસ પાળતું શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફસ પાળતું શ્વાન (પેટ ડોગ) રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ આપવો ફરજિયાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code