1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 3થી 11ના અંગ્રેજી માધ્યમના પાઠ્ય-પુસ્તકો ન મળતા વાલીઓ પરેશાન
ધોરણ 3થી 11ના અંગ્રેજી માધ્યમના પાઠ્ય-પુસ્તકો ન મળતા વાલીઓ પરેશાન

ધોરણ 3થી 11ના અંગ્રેજી માધ્યમના પાઠ્ય-પુસ્તકો ન મળતા વાલીઓ પરેશાન

0
Social Share

અમદાવાદ, 1 જુન,2026 : English medium textbooks for classes 3 to 11 are not available. રાજ્યમાં ઉનાળાના વેકેશન પૂર્ણ થવાને એક સપ્તાહથી ઓછો સમય બાકી છે, અને 8મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હાલ પાઠ્ય-પુસ્તકો અને નોટબુકો સહિત સ્ટેશનરીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ધોરણ 3થી 11ના અંગ્રેજી માધ્યમના પુસ્તકો મળતા ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. બુક સેલર્સના કહેવા મુજબ ગુજરાત બોર્ડની સ્કૂલો માટેના અંગ્રેજી માધ્યમના પુસ્તકો બજારમાં હજી પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓને આ પુસ્તકો નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય તે પહેલા મળશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા છે.

પાઠ્ય-પુસ્તકોના વિક્રેતાઓના કહેવા મુજબ  ગુજરાતના શિક્ષણ વિભાગે કેટલાક ધોરણોમાં હવે એનસીઈઆરટીના જ પાઠય પુસ્તકો ભણાવવાનું નક્કી કર્યું છે. મોટાભાગના બૂક સેલર્સ પાસે અંગ્રેજી માધ્યમના ધો.૩, ૪, ૫, ૬, ૭, ૯ અને ૧૧ના કેટલાક વિષયના પાઠય પુસ્તકો ઉપલબ્ધ નથી.૧૦ થી ૨૦  ટકા બૂકસેલર્સ કદાચ એવા છે જેઓ પોતાના દિલ્હીના સંપર્કો થતી એનસીઆઈઆરટીના પાઠય પુસ્તકો મંગાવીને વેચી રહ્યા છે.પાઠય પુસ્તકો ક્યારે આવશે તેની જાણકારી બૂક સેલર્સ પાસે નથી. જોકે ગુજરાતી માધ્યમના પાઠય પુસ્તકોની જોકે કોઈ અછત નથી.એેમ પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવે છે અને ગુજરાતી માધ્યમના પાઠય પુસ્તકોનું મોટા પાયે પ્રિન્ટિંગ થઈ ગયેલું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code