1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં ભારે પવનને લીધે તોતિંગ વૃક્ષ મહિલા પોલીસ સ્ટેશન પર ધરાશાયી થયું
જામનગરમાં ભારે પવનને લીધે તોતિંગ વૃક્ષ મહિલા પોલીસ સ્ટેશન પર ધરાશાયી થયું

જામનગરમાં ભારે પવનને લીધે તોતિંગ વૃક્ષ મહિલા પોલીસ સ્ટેશન પર ધરાશાયી થયું

0
Social Share

જામનગર, 1 જુન,2026 : A tree fell on the women’s police station  શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફુંકાતા એક તોતિંગ વૃક્ષ મહિલા પોલીસ સ્ટેશનના મકાન પર ધરાશાયી થતાં પોલીસ સ્ટેશનના મકાનને સારૂએવું નુકસાન થયુ હતું. જોકે સદભાગ્યે કોઈ જામહાની ન થતાં પોલીસ તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  આજે વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં અચાનક જોરદાર ધડાકા સાથે વિશાળ વૃક્ષ મહિલા પોલીસ મથક ઉપર પડયું હતું. જૂના નળિયાવાળા મકાનમાં ચાલતા મહિલા પોલીસ મથકની છત અને નળિયાં તૂટી પડતાં અંદર કાટમાળના ઢગલા સર્જાયા હતા. ઘટનાના કારણે પોલીસ મથકમાં રાખવામાં આવેલું ફર્નિચર, દસ્તાવેજો અને અન્ય સરકારી સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

 આ બનાવની જાણ સવારે મહિલા પોલીસ કર્મચારી ફરજ પર પહોંચ્યા ત્યારે થઈ હતી તેથી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. સાથે જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષની વિશાળ ડાળીઓ અને થડને કાપી દૂર કર્યા હતા. વૃક્ષ પડતાં વીજ વાયરો તૂટી ગયા હતા તેમજ વીજ મીટર ઉખડીને લટકી જતાં સમગ્ર પોલીસ મથકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે પોલીસ મથકમાં વીજળી સંબંધિત કામગીરી પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

બનાવ બાદ મહિલા પોલીસ મથકના 20થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓએ પોલીસ મથકની બહાર ખુરશીઓ ગોઠવી કામકાજ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇમારતની હાલત અને અંદર પડેલા કાટમાળને કારણે નિયમિત કામગીરી શક્ય બની નહોતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસ મથકને તાત્કાલિક ધોરણે અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code