1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં નવરાત્રી પર્વને લીધે પોલીસે ઘડ્યો એક્શનપ્લાન
અમદાવાદમાં નવરાત્રી પર્વને લીધે પોલીસે ઘડ્યો એક્શનપ્લાન

અમદાવાદમાં નવરાત્રી પર્વને લીધે પોલીસે ઘડ્યો એક્શનપ્લાન

0
Social Share
  • મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાશે,
  • પાર્ટી પ્લોટ્સ, પાર્કિંગ, દુકાનો અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી ફરજિયાત,
  • શી ટીમ રોમિયોને પકડવા સજ્જ બનશે

અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી ગરબીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી પ્લોટ્સ પણ બુક થઈ રહ્યા છે. મહિલાઓ દ્વારા ચણિયાચોળી સહિત ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ દ્વારા પણ નવરાત્રીમાં બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે તમામ પાર્ટી પ્લોટ્સ, અને કલબોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ છેડતીના બનાવો ન બને તે માટે રોમિયોને પકડવા માટે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે.

અમદાવાદ શહેરમાં નવરાત્રીના પર્વ દરમિયાન પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફુલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાતના સમયે રોડ-રસ્તાઓ પર પોલીસનું સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડનાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત લગાવવામાં આવશે તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત પોલીસની શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલાં પણ નાનાં-મોટાં ગરબા આયોજન થતાં હોય અથવા તો શેરી અથવા સોસાયટીમાં પણ જ્યાં ગરબાના આયોજન થતા હોય એ તમામની યાદી બનાવીને ક્રાઈમ બ્રાન્ચ સુરક્ષા અંગે તપાસ કરશે અને જે સ્થળ ઉપર સીસીટીવી નહીં હોય ત્યાં સીસીટીવી લગાવવા માટે જણાવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ યાદી બનાવીને જે-તે પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહોંચી જઈને સુરક્ષા અંગે ખાસ બંદોબસ્તનું આયોજન કરાશે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટીપ્લોટમાં નજર રાખશે, જેથી કોઈપણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી ન કરી શકે અને જો આમ કરતાં જણાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ-પશ્ચિમ અને IUCAW દ્વારા નવરાત્રિ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે, જેમાં મહિલા પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં પાર્ટીપ્લોટમાં જઈને લોકોની ભીડ વચ્ચે જ ફરશે, જેથી કોઈ રોમિયોગીરી કરતા લોકોની આસપાસ પણ જઈને તેમને દબોચી શકે. આ ઉપરાંત એન્ટી રોમિયોસ સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે. તમામ ટીમના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં જ પાર્ટીપ્લોટમાં વિઝિટ કરવામાં આવશે, તેથી જરૂરી નથી કે પોલીસ ફક્ત પોલીસ વરદીમાં જ તમારી આસપાસ રહે અથવા તો પોલીસની ગાડીમાં સ્થળ ઉપર પહોંચે, પરંતુ કોઈપણ વાહનમાં અને ટ્રેડિશનલ વેશમાં વેન્યૂ પર પહોંચીને ચાંપતો બંદોબસ્ત રાખી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code