ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Police personnel’s holidays cancelled till January 12 in Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી જાન્યુઆરીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન સોમનાથ, રાજકોટ સહિત વિવિધ વિસ્તારોની મુલાતા લેશે. આથી વડાપ્રધાનની સલામતી માટે રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. 7થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારીઓ રજા લઈ શકશે નહીં, અને જે કર્મચારીઓ રજા પર છે, તેમને તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને કારણે પોલીસ કર્મચારીઓની રજાઓ કરાઈ રદ કરાઈ છે.
વડાપ્રધાનના આગમનને લીધે ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીની રજા રદ કરવામાં આવી છે. તેમજ આજે તા. 7મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારીઓ રજા લઈ શકશે નહીં, રાજ્યના ઈન્ચાર્જ ડીજીએ વડાપ્રધાનની મુલાકાત તેમજ ફ્લાવર શો અને આગામી તહેવારને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગામી તા. 10થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ-વિદેશના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના પરિપત્રના આદેશ અનુસાર 7 જાન્યુઆરી 2026 થી 12 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ પોલીસકર્મી રજા ભોગવી શકશે નહીં. જે કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેમને પણ રજા ટૂંકાવીને તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ બંદોબસ્તને પ્રાથમિકતા આપીને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ કરવામાં આવ્યા છે.રાજ્યના તમામ મહત્વના વિભાગો જેવા કે એસીબી , સીઆઈડી ઇન્ટેલિજન્સ અને રેલવે પોલીસને મોકલી દેવામાં આવી છે. આ દરમિયાન ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ બેડાને સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવ્યો છે.


