
- 150 ગાયો માધવનગરમાં વરસાદી પાણીમાં ફસાઈ હતી,
- રેડ એલર્ટ અપાયું હોવાથી લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ,
ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારોએવો વરસાદ પડ્યો છે. અને હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે જિલ્લાનું વહિવનટી તંત્ર એલર્ટ મોડમાં છે. દરમિયાન અંજારના ખેડોઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 100થી 150 ગાયો ફસાઆ હોવાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને પાણીમાં ફસાયેલી તમામ ગાયોને બચાવી લીધી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીની એલપીએ પણ નોંધ લીધી હતી.
કચ્છમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસી રહેલા ભારે વરસાદમાં લોકોના જાનમાલને નુકસાન ઓછુ થાય અને અસરગ્રસ્તોને સમયસર મદદ મળી રહે તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમારના સીધા માર્ગ દર્શન હેઠળ પોલીસની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. ભારે વરસાદ વચ્ચે પોલીસ સ્ટાફ સતત દોડતો રહે છે. દરમિયાન અંજાર પોલીસ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલી 100થી 150 ગાયોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અંજારમાં નાની ખેડોઇથી માધવનગર જતા રસ્તામાં ખેડોઇ ગામની આશરે 100થી 150 ગાયો માધવનગરમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને પાણીના વહેણમાંથી અંજાર પોલીસે બપોરથી સાંજ સુધી ભારે જહેમત બાદ ગામના લોકોની સાથે રહીને હેમખેમ પાણીના વહેણમાંથી કાઢી હતી.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેને પગલે જિલ્લા કલેક્ટર અને પૂર્વ કચ્છ પોલીસવડા દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ પણ અંજારની જાહેર જનતાને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે અતિભારે વરસાદની સ્થિતિમાં લોકોએ આગામી બે દિવસ સુધી તમામ પ્રકારના પ્રવાસ ટાળવાની સૂચના આપવામાં આવી છે.
#KutchFloods #AnjarRescue #HeavyRainAlert #GujaratWeather #FloodRescue #EmergencyAlert #GujaratRain #Monsoon2024 #DisasterManagement #PublicSafety