
- મોદીએ મહારાષ્ટ્રીયન ધુન ઉપર ઢોલ વગાડ્યું
- મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીયોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન
નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદી બ્રુનેઈથી સિંગાપોર પહોંચ્યાં હતા. જ્યાં વસવાટ કરતા ભારતીયો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રીયન ધુન ઉપર ઢોલ વગાડતા નજરે પડ્યાં હતા. બ્રુનેઈની યાત્રા પૂર્ણ કરીને સિંગાપોર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુરના પીએમ લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમ સાથે મુલાકાત કરશે. તેમજ સિંગાપોરના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઢોલ વગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ વર્ષ બાદ સિંગાપોરના પ્રવાસે પહોંચ્યાં હતા. અહીં એક મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં રાખડી બાંધી હતી, તેમજ મોટી સંખ્યામાં લોકો પીએમ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યાં હતા. એટલું જ નહીં જે હોટલમાં પીએમ મોદી રોકાયાં છે જ્યાં તેમણે એક વ્યક્તિને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
પીએમ મોદીનું ચાંગી એરપોર્ટ ઉપર અધિકારીઓએ અને અહીં વસવાટ કરતા ભારતીયોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત ઉપરાંત વોંગ અને લી સાથે ભોજન પણ કરશે.